વડોદરામાં પોલીસે હત્યારા કલ્પેશ ઠાકોરને કોર્ટમાં રજૂ કર્યો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ગુજરાત
ગુજરાત

વડોદરાના ચકચારી તૃષા મર્ડર કેસમાં પોલીસે આરોપી કલ્પેશ ઠાકોરને પોલીસે આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. આવતીકાલે પોલીસ આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે. આ પહેલા પોલીસે એક તરફી પ્રેમમાં હત્યા કરનાર આરોપી કલ્પેશ ઠાકોરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. હત્યારાએ વિદ્યાર્થિનીને પાળિયાના 10થી વધુ ઘા માર્યા હતા અને ત્યાર બાદ ત્યાં જ ફેંકીને ભાગી છુટ્યો હતો.

આરોપી કલ્પેશ ઠાકોર, મૃતક તૃષા સોલંકી તેમજ અન્ય બે મિત્રોનું ગ્રુપ હતું. જેમાં કલ્પેશ તૃષાને એક તરફી પ્રેમ કરતો હતો. પરંતુ તૃષા તેને પસંદ કરતી નહોતી. આથી તેને ગઇકાલે સાંજે તૃષાને બોલાવી હતી અને પાળિયા વડે ઘાતકી હત્યા કરી નાખી હતી. એક તરફી પ્રેમમાં કલ્પેશ ઠાકોરે અગાઉ ગોળીઓ ખાઇને આપઘાત પ્રયાસ કર્યો હતો અને વિદ્યાર્થિનીને ઇમોશનલ બ્લેકમેલ કરતો હતો. આ બંને વચ્ચે 3 વર્ષ પહેલા મિત્રતા હતી, પછી બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું.

ત્યારબાદ તે ગોધરા ખાતે ભણવા માટે જતી રહી હતી અને ત્યાર બાદ વડોદરા પરત ફરી હતી અને તે બીજા છોકરા સાથે વાત કરતી હતી અને કલ્પેશ સાથે વાત કરતી નહોતી. જેથી કલ્પેશે મળવા નહીં આવે તો આત્મહત્યા કરવાની ધમકી હતી. જેથી યુવતી તેને મળવા ગઇ હતી. તે સમયે આવેશમાં આવીને હત્યા કરી નાખી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.