કેવડિયા પીએમ મોદીની મુલાકાત પહેલા પોલીસ બંદોબસ્ત સઘન કરાયો .

ગુજરાત
ગુજરાત

કેવડિયામાં પીએમ મોદીની મુલાકાત પહેલા પોલીસ બંદોબસ્ત સઘન કરવામાં આવ્યો. પીએમ મોદી 31મી ઓક્ટોબરે કેવડિયાની મુલાકાતે આવી રહ્યા છે. જેથી 10 જિલ્લાના 6100 જવાનોનો કાફલો કેવડિયા ખડકી દેવામાં આવ્યો છે. અહી પીએમ મોદી અહી એકતા નર્સરી ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્કનું લોકાર્પણ કરવાના છે. જેથી સમગ્ર વિસ્તારમાં પોલીસની સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નીમિત્તે કેવડિયા ખાતે બે દિવસના રોકાણ માટે આવી રહ્યા છે. ત્યારે 30 તારીખે વડોદરાથી કેવડિયા હેલીકૉપટર દ્વારા આવશે અને કેવડિયા પાસે બનાવેલા હેલિપેડ પર ઉતરાણ કરી કેવડિયા સર્કિટ હાઉસ ખાતે જશે.જે માટે SPG દ્વારા આજે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે એક કોન્વોયનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વનની સામે બનાવેલ હેલિપેડથી જે વિવિધ પ્રકલ્પો આવેલા છે જેઓનું ઉદ્ઘાટન થનાર છે તે રૂટ પર કોન્વોયનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.