PM મોદી રવિવારે સુરત આવશે, હીરા બુર્સનું કરશે ઉદ્ઘાટન

ગુજરાત
ગુજરાત

PM નરેન્દ્ર મોદી રવિવારે સુરત આવવાનાં છે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાનની મુલાકાતને લઈને તંત્ર સજ્જ થયું છે. ત્યારે સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું સામે આવ્યું છે. સુરતમાં ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

રવિવારે સુરતમાં પીએમ મોદી ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. 17 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. હીરા બુર્સનું 66 લાખ ચોરસ ફૂટનું શાનદાર બિલ્ડિંગ બનાવાયું છે. 15 માળના 9 ટાવરમાં અંદાજે 4 હજાર 500 ડાયમંડ ટ્રેડિંગની ઓફિસો છે. આ પ્રસંગે દેશ દુનિયાના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, ગણ્યમાન્ય વ્યક્તિઓને ખાસ આમંત્રિત કરીને સુરત હીરા બુર્સના ઉદ્ધાટન સમારોહમાં સહભાગી બનશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.