આજથી PM મોદી ગુજરાતની મુલાકાતે, જાણો બે દિવસીય પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજે રાત્રે 9.15 કલાકે જામનગર પહોંચી રાત રોકાશે. 25 ફેબ્રુઆરીએ તેઓ દ્વારકાના કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે 8.25 કલાકે દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજને PMના હસ્તે ખુલ્લો મુકાશે. બપોરે 1 કલાકે દ્વારકામાં જનસભાને સંબોધિત કરશે. 2.15 કલાકે દ્વારકાથી રાજકોટ રવાના થશે. એઈમ્સ હોસ્પિટલ. જશે. સાંજે 4.45 કલાકે રેસકોર્સ ગ્રાઉન્ડ પર જનસભાને સંબોધશે. 6.20 કલાકે દિલ્હી જવા રવાના થશે.
132 કેવીના નવા સબ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે. સાથે જ પીએમ મોદી કચ્છમાં પણ ખાવડા-ભુજ ટ્રાન્સમિશન લિ. હેઠળ ખાવડા પીએસ ખાતે 3 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઇન્જેક્શનના ઇવેક્યુએશન માટેની ટ્રાન્સમિશન સ્કીમનું લોકાર્પણ કરશે. સાથે જ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જંગી જનસભાને પણ પીએમ મોદી સંબોધન કરશે.
પીએમ મોદી દેશમાં પાંચ નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)નું લોકાર્પણ કરશે, જેમાં રાજકોટ AIIMSનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ AIIMSનું નિર્માણ અંદાજિત ₹1195 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.