પી.એમ મોદી ભુજ પહોંચ્યા, એસ.પીજી સહિત સ્થાનિક પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્ત

ગુજરાત
ગુજરાત

વડાપ્રધાન મોદી આજે ગુજરાતની મુલાકાતે છે, એક દિવસ પ્રવાસમાં તેઓ ભુજ પહોંચ્યા છે. નોંધપાત્ર છે કે પીએમ મોદીનું સ્વાગત રાજ્યના મુખ્યમંત્રી, ડે. સીએમ, ગૃહ મંત્રી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. પીએમ મોદી ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા ભુજ પહોંચ્યા છે.

તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામા આવી છે. પીએમ મોદીની મુલાકાત પહેલા એસપીજી સહિત સ્થાનિક પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તો બીજી તરફ જિલ્લા મથક ભુજના વિવિધ પોઈન્ટ પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. સરહદી ગામડાઓ અને મહત્વના માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરાઈ છે. પોલીસ દ્વારા ઠેર- ઠેર નાકા બંધી કરીને ચાંપતી નજર રખાઈ રહી છે. દરિયાના પાણીને મીઠું બનાવવાના કચ્છના ગુંદિયાળી અને સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ મળીને ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે.

આ ઉપરાંત કચ્છ સરહદે મોટા રણમાં સૌરઊર્જા અને પવનચક્કીથી ઉભા કરનાર 30 હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરતાં હાઇબ્રીડ એનર્જી પાર્કનું ભૂમિપૂજન કરશે. સાથે સાથે સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઉભા કરાનાર બે લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે.

ઉપરાંત રાષ્ટ્રીય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા અંદાજે રૂ. 129 કરોડથી વધુના ખર્ચે સ્વંય સંચાલિત ડેરી પ્લાન્ટનું ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન વિિધ કરાશે. ધોરડો સાથે ગુંદીયાળી ખાતે પણ કાર્યક્રમ યોજાશે જેમાં સૃથાનિક આગેવાનો અને અિધકારીઓ હાજર રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.