PM મોદીએ CRPFને સ્થાપના દિવસની આપી શુભેચ્છા

ગુજરાત
ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના 86માં સ્થાપના દિવસ પર સુરક્ષા દળોને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને દેશની સુરક્ષામાં CRPFની ભૂમિકાને સર્વોપરી ગણાવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની પોસ્ટમાં રાષ્ટ્ર પ્રત્યેનું તેમનું અતૂટ સમર્પણ અને તેમની અથાક સેવા ખરેખર પ્રશંસનીય છે. તેઓ હંમેશા હિંમત અને પ્રતિબદ્ધતાના ઉચ્ચતમ ધોરણો માટે ઊભા રહ્યા છે. આપણા દેશને સુરક્ષિત રાખવામાં પણ તેમની ભૂમિકા સર્વોપરી છે.

ગૃહમંત્રી અમિત શાહે પણ CRPF જવાનો અને તેમના પરિવારના સભ્યોને સ્થાપના દિવસના અવસર પર અભિનંદન પાઠવ્યા હતા. શાહે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “સીઆરપીએફના જવાનો અને તેમના પરિવારના સભ્યોને દળના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ. CRPFએ તેની શરૂઆતથી જ રાષ્ટ્રીય સુરક્ષાને તેના મિશન તરીકે લીધી છે. દળના બહાદુર સૈનિકોએ તેમના જીવની પરવા કર્યા વિના આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે તેમની તમામ શક્તિ લગાવી દીધી અને દરેક વખતે વિજયી બન્યા. હું CRPFના એ શહીદોને સલામ કરું છું જેમણે ફરજની લાઈનમાં પોતાના જીવનનું બલિદાન આપ્યું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.