પી.એમ મોદીએ ધોરડોમાં વોટર ડિસિલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ

ગુજરાત
ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 ડિસેમ્બરે એક દિવસીય કચ્છ મુલાકાતે આવી પહોંચ્યા છે. અહીં વડાપ્રધાન ડિસેલિનેશન પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી પાર્ક અને સરહદ ડેરીના અંજાર-ભચાઉ વચ્ચે બનનારા બે લાખ લિટર દૂધના ચિલિંગ પ્લાન્ટનો ડિજિટલ શિલાન્યાસ કર્યો હતો. કચ્છીમાં ભાષણની શરૂઆત કરીને બાદમાં કચ્છ સાથેના પોતાના સંભારણા યાદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભૂકંપ સમયે મને ઈશ્વરે કચ્છના લોકોની સેવા કરવાનો અવસર આપ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોરડોથી કચ્છી બોલીમાં ભાષણની શરૂઆત કરી

નરેન્દ્ર મોદીએ આજે ધોરડો ખાતે ગુજરાતના સપૂત અને સ્વ. નાયબ વડાપ્રધાન સરદાર પટેલને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આજે ગુજરાત અને દેશના મહાન સપૂત સરદાર પટેલની પુણ્યતિથિ પણ છે. કેવડિયામાં તેમની સૌથી ઊંચી પ્રતિમા આપણને દિવસરાત દેશ માટે કામ કરવાની પ્રેરણા આપે છે, સરદાર સાહેબનું સ્મરણ કરીને આપણે આ જ રીતે દેશ અને ગુજરાતનું ગૌરવ વધારવાનું છે

આજે કચ્છે ન્યુ એજ ટેક્નોલોજી અને ન્યુ એજ ઈકોનોમી એમ બંને દિશામાં બહુ મોટા પગલાં ભર્યા છે. જેવડો મોટો સિંગાપુર દેશ છે, બહેરિન દેશ છે એટલા વિસ્તારમાં કચ્છનો આ રિન્યુએબલ એનર્જી પાર્ક થવાનો છે. આજે કચ્છની શાન ખૂબ જ ઝડપથી વધી રહી છે, આજે કચ્છ દેશના ઝડપથી વિકસિત થતાં ક્ષેત્રમાંથી એક અગત્યનું ક્ષેત્ર બની ગયું છે આજે કચ્છમાં પણ નવી ઊર્જાનો સંચાર થઈ રહ્યો છે, આપણી પાસે કચ્છમાં દુનિયાનો સૌથી મોટો હાઈબ્રિડ રિએન્યુએબલ પાર્ક છે.

એક સમયે કહેવામાં આવતું કે કચ્છ એટલું દૂર છે કે વિકાસનું નામોનિશાન નથી, કનેક્ટિવિટી નથી. પડકારના એક પ્રકારમાંથી એ બીજાનું નામ હતું. પરંતુ આજે સ્થિતિ એવી નથી. લોકો લાગવગ કરે છે કેટલોક સમય કચ્છમાં કામ કરવા માટે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.