ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો, જાણો લેટેસ્ટ ભાવ

ગુજરાત
ગુજરાત

પેટ્રોલ ભાવ: દેશમાં સતત પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધી રહ્યા છે. ત્યારે આજે એટલે કે સોમવારનાં સવારે 6 વાગ્યાની આસપાસ WTI ક્રૂડ પ્રતિ બેરલ 73.56 ડોલર પર વેચાઈ રહ્યું હતું. ત્યારે, બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $ 79.07 પર પહોંચી ગયું છે. ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ જાહેર કર્યા છે. દેશમાં, દરરોજ વહેલી સવારે 6 વાગ્યે ઇંધણની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે. ત્યારે વાત કરવામાં આવે તો જૂન 2017 પહેલા દર 15 દિવસે ભાવમાં સુધારો કરવામાં આવતો હતો.

દેશનાં બધા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં આજે વધારો જોવા મળ્યો છે. ત્યારે ક્રમશ વાત કરીએ તો ગુજરાતમાં આજે પેટ્રોલ અને ડીઝલ 78 પૈસાના વધારા સાથે વેચાઈ રહ્યું છે. જ્યારે હરિયાણામાં પેટ્રોલ 14 પૈસા અને ડીઝલ 13 પૈસા મોંઘુ થયું છે. આ સિવાય ઓડિશા, તેલંગાણા, રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ 44 પૈસા અને ડીઝલ 43 પૈસા સસ્તું થયું છે. ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલ 35 પૈસા સસ્તું થયું છે. પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને અરુણાચલ પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.