અમદાવાદ :રાજસ્થાનથી સરદારનગર લવાતો દારૂ PCBએ પીછો કરી ઝડપી પાડયો

ગુજરાત
wine
ગુજરાત

અમદાવાદ : સરદારનગર વિસ્તારમાં દારૂની રેલમછેલ માટે લવાતા દારૂના જથ્થા સાથે એક શખ્સની પ્રિવેન્સન્સ ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)એ ધરપકડ કરી છે. PCBની ટીમે રાજકોટ પાસિંગની કારનો ફિલ્મી ઢબે પીછો કરી રોકી હતી. દારૂ ભરેલી કારનો ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો પરંતુ એક શખ્સને ઝડપી લેવાયો હતો. રાજસ્થાનથી દારૂ ભરીને સરદારનગરમાં વેચવા માટે લાવવામાં આવતો હતો. કારનો પીછો કરી રોક પણ ચાલક ફરાર થઈ ગયો PCBની ટીમને બાતમી મળી હતી કે રાજકોટ પાસિંગની (GJ03JC0003) કારમાં દારૂનો જથ્થો રાજસ્થાન લાવવામાં આવી રહ્યો છે. જેથી દહેગામ રિંગ રોડ સર્કલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાતમીવાળી કાર આવતા કાર રોકવાનો ઈશારો કરવામાં આવ્યો હતો. જો કે કારચાલકે કાર રોકી ન હતી. PCBની ટીમે કારનો પીછો કર્યો હતો. પોલીસે કારને ઝડપી પાડી હતી પરંતુ કારચાલક ભાગી ગયો હતો.

મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી અશોક ઉર્ફે ધનધન મૌર્ય (રહે. સરદારનગર)ને ઝડપી લીધો હતો. કારમાંથી 1344 નંગ દારૂના ક્વાર્ટર રૂ. 1.54 લાખના, 240 બિયરની બોટલ મળી આવી હતી. રાજસ્થાનના ભરત ઉર્ફે લંગડો ડાંગી, શકાજી, શૈલેષ જૈન, માનસિંગ મીણા પાસેથી દારૂનો જથ્થો લાવી અને સરદારનગર ફ્રી કોલોનીમાં રહેતા સુધીર તમંચેએ મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે દારૂ સહિત 6.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.