લોકોને ઠંડીમાં આંશિક રાહત, નલિયામાં નોંધાયુ 12 ડીગ્રી તાપમાન

ગુજરાત
ગુજરાત

રાજ્યના લોકને ઠંડીથી આશિંક રાહત મળી છે. ડીસા અને ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું. નલિયા, વડોદરામાં 12 ડિગ્રી. અમદાવાદ, દિવ, કેશોદ, પોરબંદરમાં 13 ડિગ્રી. રાજકોટ, અમરેલી, વલસાડમાં 14 ડિગ્રી. ભાવનગર, સુરત, કંડલામાં 15 ડિગ્રી તેમજ સુરેન્દ્રનગરમાં 16 અને ભૂજમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ મુજબ ઉત્તરીય પવન ફૂંકાવાથી ઠંડીમાં વધારો થઇ શકે છે.

દરિયા કાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશાઓના પવનો ફૂંકાતા હોવાથી ત્યાનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણીએ વધુ ઠંડુ છે. આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આજે નલિયા કરતા પણ વધુ ઠંડી ગાંધીનગરમાં નોંધાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.