![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/15-13.jpg)
નવસારી GIDCમાં આવેલી ફેકટરીમાં આગના પગલે અફરા-તફરી
નવસારી શહેરને અડીને આવેલી GIDC માં ફોમ બનાવતી એક ફેક્ટરીમાં વિકરાળ સ્વરૂપમાં આગ લાગી હતી. જેમાં નવસારી શહેરના ફાયર ફાઈટરોએ આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે પર્યાપ્ત ન રહેતા ગણદેવી બીલીમોરા અને બારડોલીના ફાયર ફાઈટરને ઘટના સ્થળે બોલાવી આ કાબુ લેવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.
મેટ્રેસ ફોમ બનાવતી કંપની ભાવના ઇન્ડસ્ટ્રીઝમાં સાંજના સમયે ભીષણ આગ લાગતાં નાસભાગ મચી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ ફાયર વિભાગએ કાઢ્યું છે.આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આગના ગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા આગ કાબુ બહાર જતા નવસારી શહેરના ફાયર ફાઈટર દ્વારા અન્ય વિસ્તારના ફાયર કર્મીઓને જાણ કરી હતી. આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. નવસારી GIDC માં અનેક કંપનીઓ આવી છે જેમાં થોડા સમય માટે ભયનો માહોલ ઉભો થયો હતો. જોકે આ આગમાં ફોર્મ બળી જવાથી નુકસાની થઈ છે પરંતુ કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નથી.