પાલનપુરનું ગઠામણ ગામ કોરોના મુક્ત બન્યું વધુ ૪ દર્દીઓને રજા અપાઈ
રખેવાળ, પાલનપુર
સરહદી બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ પાલનપુર તાલુકાના ગઠામણ ગામે કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો હતો. અમદાવાદ ગયેલા ગામ ના આધેડ ચેપ લઈને આવ્યા બાદ લોકલ સંક્રમણથી એક પછી એક ૨૧ વ્યક્તિઓ પોઝિટિવ બન્યા હતા. જોકે, તે તમામે કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. અને રવિવારે વધુ ૪ દર્દીઓને પાલનપુર કોવિડ હોસ્પિટલ માંથી રજા અપાતા હવે સંપૂર્ણ ગામ કોરોના મુક્ત બન્યું છે.
પાલનપુર સ્થિત કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગઠામણ ગામના ચાર દર્દીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં રવિવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેની સાથે ગામના તમામ પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થયા છે.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ પાલનપુર તાલુકાના ગઠામણ ગામે કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો હતો. અમદાવાદ ગયેલા ગામના આધેડ ચેપ લઈને આવ્યા બાદ લોકલ સંક્રમણથી એક પછી એક ૨૧ વ્યક્તિઓ પોઝિટિવ બન્યા હતા. જોકે, તે તમામે કોરોનાને મ્હાત આપતા હવે સંપૂર્ણ ગામ કોરોના મુક્ત બન્યું છે.
આ પહેલા ૨ માવસરી, ૨ મીઠાવીચારણ, ૧ આકોલી, ૧ દૈયપ – તા. વાવ, ૧ રામપુરા, તા. થરાદના દર્દીઓ બનાસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સાજા થયા હોય તેવા ગામો છે. બનાસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાંથી સાજા થઈ ઘરે પરત જનાર દર્દીઓની કુલ સંખ્યા ૨૯ થયેલ છે.