પાલનપુરઃ ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત, પિતાની નજર સામે પુત્રીનું મોત

ગુજરાત
ગુજરાત

રખેવાળ, પાલનપુર

કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉન ૪ જાહેર કરવામાં આવ્યુ છે. આ સાથે વાહન-વ્યવહાર પણ ચાલુ કરવામાં આવ્યો છે. તેવામાં આજે પાલનપુર -અમદાવાદ હાઇવે પર મોટી દુર્ઘટના સામે આવી છે. ટ્રેલર અને બાઈક  વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પિતાની નજર સામે પુત્રીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત  પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર અને અમદાવાદ હાઇવે પર અવાર નવાર અકસ્માતના બનાવો સામે આવતાં હોય છે. આ સાથે આજે ટ્રેલર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. આ અકસ્માતમાં પિતાની સાથે બાઇક પર સવાર પુત્રીનુ ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, છોકરીના શરીરનો કચ્ચરઘાણ નીકળી  ગયો હતો. બનાવની જાણ થતાં પાલનપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.