અમદાવાદના એસજી હાઈવે પર સર્જાયો વધુ એક અકસ્માત, પોલ સાથે કાર અથડાતા એકનું મોત, ચાર ઘાયલ
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાઈ છે. પકવાન બ્રિજથી ગાંધીનગર જતા માર્ગ પર અકસ્માત થયો છે. જેમાં એકનું મોત થયુ છે. જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પૂરઝડપે આવતી કાર ડિવાડર પરના ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાઈ હતી. જેમાં સારવાર દરમિયાન નરેશ પ્રજાપતિ નામના શખ્સનું મોત થયુ છે. અકસ્માતમાં 4 ગંભીર ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. એસજી હાઇવે 2 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ડ્રાઇવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
ઇસ્કોન જેવો અકસ્માત થતા બચી ગયો
મહત્વનું છે કે આજે સુરતમાં પણ અમદાવાદના ઈસ્કોન જેવો ગમખ્વાર અકસ્માત થતા રહી ગયો છે. બે ટોળા વચ્ચેની માથાકૂટમાં ટેમ્પો ચાલકે ટોળાને કચડવાનો પ્રયાસ કર્યો છે. ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. તેમજ ટેમ્પો ચાલક ફરાર થયો છે. અકસ્માતના ભયજનક દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.