રક્ષાબંધન નિમિત્તે પોસ્ટ ઓફિસ દ્વારા રાખડી મોકલવા માટે માત્ર રૂ.10 માં ડિઝાઇનર એન્વલપ્સ ઉપલબ્ધ બનાવાઈ

ગુજરાત
ગુજરાત

રક્ષાબંધનનો તહેવાર આગામી તા.19 મી ઓગસ્ટે ઉજવવામા આવનાર છે ત્યારે તેથી ટપાલ વિભાગે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ઉત્તર ગુજરાત ક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે,રાખડી મોકલવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા રંગબેરંગી ડિઝાઈનર રાખી એન્વલપ્સ ઉપલબ્ધ છે. આ ખાસ રાખી એન્વલપ્સ ઉત્તર ગુજરાત ક્ષેત્રના અમદાવાદમાં અમદાવાદ જીપીઓ, નવરંગપુરા એચપીઓ અને રેવડી બજારની હેડ પોસ્ટ ઓફિસ તેમજ મુખ્ય પોસ્ટ ઓફિસ અને અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની પસંદગીની સબ પોસ્ટ ઓફિસોમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.

પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ ડિઝાઇનર રાખી એન્વલપ્સ 11 સેમી X 22 સેમીના કદના છે. એન્વલપ્સની કિંમત માત્ર રૂ.10 છે. જે પોસ્ટેજ શુલ્ક સિવાય છે. રાખી એન્વલપ્સ ઈન્ડિયા પોસ્ટના લોગો અને રક્ષાબંધન ઈમેજ સાથે ડિઝાઈન કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે વિશિષ્ટ ડિઝાઈનને કારણે, તે અન્ય મેઈલમાંથી સોર્ટ કરવામાં અને રક્ષાબંધન તહેવાર પહેલાં વિતરણ કરવામાં મદદ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.