પારડી નજીક તેલના ડબ્બા ભરેલો ટેમ્પોએ પલ્ટી ખાધી, તેલની લૂંટ થાય તે પહેલાં પોલીસ ઘટના સ્થળે હાજર

ગુજરાત
ગુજરાત

વલસાડનાં પારડી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર તેલનાં ડબ્બા ભરેલો ટેમ્પો પલ્ટી ખાઈ જતાં હાઈવે પર જાણે તેલની નદી વહી હતી. ટેમ્પો પલ્ટી ખાઈ જતાં હાઈવે પર ટ્રાફીક જામ થયો હતો.

આ ઘટનાં અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મળતી માહિતી અનુસાર વલસાડના પારડી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર દહેજથી તેલના ડબ્બા ભરેલો એક ટેમ્પો ભિવંડી જઈ રહ્યો હતો. ત્યારે ટ્રક સાથે અથડાતાં ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો. જોકે આ અક્સ્માતમાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો છે.

તેલનાં ડબ્બા ભરેલો ટેમ્પો પલ્ટી ખાઈ જતાં, ટેમ્પોમાં રહેલાં તેલનાં ડબ્બા ફાટી જતાં હાઇવે પર તેલની નદી વહી હતી. જોકે તેલની લૂંટ થાય તે પહેલાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.