ઉત્તર ગુજરાત : આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત
ગુજરાત

કોરોના મહામારી વચ્ચે બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સક્રિય થવાના અનુમાન વચ્ચે આગામી 24 કલાકમાં રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં નહિવત વરસાદની વચ્ચે આજે ફરી એકવાર હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતા સેવી છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ખાસ કરીને રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં લગભગ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે.

બંગાળની ખાડીમાં 9 ઓગસ્ટ સુધીમાં વધુ એક લો પ્રેસર સક્રિય થશે તેવા અનુમાન સાથે હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદની થવાની ભીતી જતાવી છે. સાથે સાથે રાજ્યનાં સુરેન્દ્રનગર, પોરબંદર, દાહોદ, પંચમહાલ, વલસાડ, નવસારી, દમણ સહિતના જીલ્લા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.