ગુજરાતના અનેક શહેરમાં સામાન્ય વરસાદ પડ્યો : તાપમાનમાં વધારો નોંધાશે

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે. ગરમીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે.તાપમાન 40 ડિગ્રીને પાર પહોચ્યું છે, ત્યારે વાતાવરણે આજે પોતાનો મિજાજ બદલ્યો છે. ગુજરાતના અનેક શહેરમાં સામાન્ય વરસાદ પડ્યો છે. જેના લીધે ગરમીમાં લોકોને આંશિક રાહત મળી છે. આજે સવારે ભાવનગર, વાપી, વલસાડ, ગણદેવી, બિલીમોરા, નવસારી, છોટાઉદેપુરના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો પડ્યો છે. હવામાન વિભાગે ગરમીને લઇને મોટી આગાહી કરી છે કે તાપમાનમાં વધારો નોંધાશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના અનેક શહેરમાં વાતાવરણ અચનાક પલટાયો હતો અને અનેક શહેરોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. ભાવનગરમાં પણ વહેલી સવારે રીમઝીમ વરસાદ વરસ્યો હતો.કાળઝાળ ગરમીમાં જે લોકો ધાબા પર સૂતા હતા તેમની ઉંઘમાં ખલેલ પડી હતી. શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝરમર વરસ્યો વરસાદ વરસ્યો છે. આ વરસાદના લીધે લોકોએ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો હતો. કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ છવાયો છે. નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગણદેવી, બિલીમોરા સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. વરસાદી માહોલને કારણે લોકોને બફારાથી રાહત મળી પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોને કેરી અને ચીકુના પાકને નુકસાન થવાની ભીતિ છે. વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે નોંધનીય છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાળઝાળ ગરમીને લઇને મોટી આગાહી કરી છે.  26મી તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની સંભાવના છે.આ પછી તારીખ 27 અને 28 દરમિયાન વાદળવાયું આવવાની શક્યતાઓ છે.28 અને 29 તારીખ દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે. 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.