સંશાધનોની મર્યાદા વચ્ચે ‘વ્યથા નહી વ્યવસ્થા’ના અભિગમથી પ્રાથમિકતા નક્કી કરે : રૂપાણી

ગુજરાત
ગુજરાત

162 પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સાથે મુખ્યમંત્રીનો સંવાદ : મુખ્યમંત્રીએ રિજીયનલ કમિશ્નરો, ચીફ ઓફિસરોને જરૂરી સૂચનો કર્યા, નાના શહેરોમાં કોરોના સ્થિતિની જાણકારી મેળવી

ગુજરાતમાં કોરોના પ્રકોપ ચરમસીમા પર છે. ત્યારે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વ્યાપક પ્રમાણમાં સંક્રમણ ફેલાયું છે. જેની સમીક્ષા કરવા માટે ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 162 નગરોના પ્રમુખ – ઉપપ્રમુખ સાથે વિડીયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો અને જરૂરી સૂચનો આપ્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની નગરપાલિકા વિસ્તારોમાં કોરોના સંક્રમણના નિયંત્રણ હેતુ પોતાના નગરને કોરોના મુક્ત કરવાનો સંકલ્પ લઇ મહામારી સામેની લડતનું નેતૃત્વ કરવા નગરપાલિકા પ્રમુખોને સૂચન કર્યું હતું. રાજ્યની 16ર નગરપાલિકાના રિજીયનલ કમિશનરઓ, પ્રમુખો – ઉપપ્રમુખો અને ચીફ ઓફિસરો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજી સંવાદ કર્યો હતો.

સીએમ વિજયભાઈએ જણાવ્યું કે, રાજ્યના વિવિધ નગરોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને જનસેવાની તક મળી છે ત્યારે પોતાને ભાગ્યશાળી સમજી કોરોના સામેની લડતમાં આગેવાની લેશે તો કોરોનાને હરાવીને આપણે ઇતિહાસ બનાવીશું. સંસાધનોની મર્યાદા વચ્ચે ’વ્યથા નહીં વ્યવસ્થા’ના અભિગમથી નગરપતિઓ સેવાકાર્યની પ્રાથમિકતાઓ નક્કી કરે તે જરૂરી છે. આવડી મોટી મહામારી સામે લડત જનભાગીદારીથી જ જીતી શકાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, હાલ કોરોનાની વધુ વ્યાપક અને તીવ્ર એવી બીજી લહેરનો આપણે સામનો કરી રહ્યા છીએ ત્યારે આવશ્યક તમામ તકેદારી અને નિયમોના પાલનથી જ રાજ્યમાં વધી રહેલા કોરોના કેસને નિયંત્રિત કરી શકીશું. ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, હાઉસિંગ વિભાગના સચિવ લોચન શહેરા, જીયુડીએમના એમડી રાજકુમાર બેનિવાલ અને મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. કમલ શાહ આ વિડીયો કોન્ફરન્સમાં જોડાઇને જરૂરી સૂચનો કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.