હિટ વેવની આગાહીનાં પગલે નાગરિકો તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા અંગે જરૂરી ઉપાયો

ગુજરાત
ગુજરાત

વર્તમાન દિવસોનાં તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન સ્ટ્રોક)ના કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ સાબીત થઇ શકે છે.

લુ લાગવા (સન સ્ટ્રોક) ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખૂબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉંચુ હોવાથી પરસેવો ખૂબ વધારે થાય છે અને જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી. જે વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે. આ અસરોમાં,   શરીર અને હાથ પગમાં અસહ્ય દુ:ખાવો , ખૂબ તરસ લાગવી , ગભરામણ થવી , ચક્કર આવવા,   શ્વાસ ચઢવો,   હદયના ધબકારા વધી જવા જેવી તકલીફો ઉભી થાય છે.

સન સ્ટ્રોક (લુ) થી બચવા જાહેર જનતાના સ્વાસ્થ્યની તકેદારીના ભાગ રૂપે કેટલાક જરુરી સુચનો આપવામાં આવ્યા છે.જે મુજબ ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું, ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા, સફેદ , સુતરાઉ કપડા પહેરવા જોઇએ ,   નાના બાળકો, સગર્ભા માતાઓ , વૃધ્ધો તથા અશ્કત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહી,  દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું. શક્ય હોય તો લીંબુનું શરબત બનાવીને પીવું જોઇએ, ભીના કપડાથી માથું ઢાકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું,   ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું, માથાનો દુ:ખાવો , બેચેની, ચક્કર , ઉબકા કે તાવ આવે તો તુરંત જ નજીકના દવાખાના/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ડોકટરની સલાહ અને સારવાર લેવી.

ઉપરાંત રાજ્ય કક્ષાએથી મોકલવામાં આવતા હીટવેવ ને લગતા એલર્ટ મુજબ લોકોને સાવધ રહેવા માટે સુનિશ્વિત કરવા તથા સ્થાનિક પંચાયત અને નગરપાલીકા દ્વારા જાહેર સ્થળો પર શેડ/શેલ્ટર તથા પાણીની વ્યવસ્થા કરવાનું પણ સૂચન કરવામાં આવ્યુ છે.

પશુપાલન, વન વિભાગ તથા અન્ય સલગ્ન વિભાગના સંકલનમાં રહી સ્થાનિક પંચાયત/નગરપાલીકાએ પશુ પક્ષીઓને અસહ્ય ગરમીની વિપરીત અસર ન થાય તે માટે શેડ/શેલ્ટર તથા પાણીની વ્યવસ્થા કરવા જણાવવામાં આવે છે. કેટલીક એન.જી.ઓ. દ્વારા તથા વ્યક્તિગત રીતે પણ પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા જેવી કે પક્ષી કુંજનું વિતરણ કરવામાં આવે છે તેને આપની કક્ષાએથી પ્રોત્સાહન આપવું તેમજ પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે પણ સ્થાનિક આરોગ્ય કર્મચારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શિક્ષણ આપવું. અને    તમામ સરકારી કચેરીઓ/વિભાગોમાં પણ તેમના તાબા હેઠળની કચેરીઓમાં અને લાભાર્થીઓમાં અસહ્ય ગરમીની ઋતુને ધ્યાને લઇ વખતો વખતની જરૂરી સુચનાઓ /એડવાઇઝરી ની અમલવારી કરવાની રહેશે. તથા આગામી લોકસભા ચૂંટણી તા.૦૭-૦૫-૨૦૨૪ ના રોજ યોજાનાર હોઇ હીટવેવ અન્વયે કોઇ અનિશ્ચનિય બનાવ ન બને તે માટે મતદાન મથકે શેડ/શેલ્ટર તથા પાણીની વ્યવસ્થા સુનિશ્વિત કરી ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ હિટવેવ અંગેની એડવાઇઝરીનો અમલ કરવાનો રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.