દેશભરમાં કોરોના ૧,૫૮,૮૯૭કેસ, ૪,૫૪૦ લોકોએ જીવ ગુમાવ્યા, દેશમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં ૫૬,૯૪૮કેસ
દેશભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧,૫૮,૮૯૭ થયો છે અને ૪,૫૪૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે જ દેશભરમાં સારવાર બાદ ૬૭,૭૪૯ લોકો સાજા થયા છે. દેશમાં સૌથી વધારે ૫૬,૯૪૮ સંક્રમિતો મહારાષ્ટ્રમાં છે અહીં ૧,૮૯૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજા નંબરે રહેલા તમિલનાડુમાં ૧૮,૫૪૫ લોકો સંક્રમિત થયા છે અને ૧૩૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ તરફ હવે ૧૫,૨૫૭ સંક્રમિતો સાથે દિલ્હી ત્રીજા ક્રમે આવી ગયું છે અહીં ૩૦૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. બુધવારે એક દિવસમાં સૌથી વધારે ૭૨૬૧ દર્દી મળ્યા હતા.આ પહેલા ૨૪ મેના રોજ ૭૧૧૧ કોરોના પોઝિટિવ મળ્યા હતા. ૧૮ મેના રોજ દર્દીઓનો આંકડો ૧ લાખ અને છેલ્લા આઠ દિવસ એટલે કે ૨૭ મેના રોજ દોઢ લાખ થઈ ગયો છે. હવે દર દિવસે સરેરાશ ૭૦૦૦ સંક્રમિતો વધે તેવો અંદાજ છે
મધ્યપ્રદેશઃ રાજ્યના ૫૨માંથી ૫૧ જિલ્લામાં સંક્રમણ પહોંચી ગયું છે. કટનીમાં ૯ વર્ષની બાળકી સંક્રમિત મળી છે. આ જિલ્લામાં કોરોનાનો પહેલો કેસ છે. હવે નિવાડી જિલ્લો જ સંક્રમણનો ભોગ બનવાનો બાકી છે. રાજ્યમાં બુધવારે ૨૩૭ કોરોના દર્દી મળ્યા હતા, જ્યારે ૮ લોકોના મોત થયા છે. રાજભવનમાં રહેતા ૬ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યાર બાદ ગવર્નર હાઉસને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયું છે.
અહીંયા છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણના ૨૧૯૦ નવા કેસ સામે આવ્યા છે.૯૬૪ દર્દીઓ સાજા થયા છે અને ૧૦૫ના મોત થયા છે. રાજ્યમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા ૫૬ હજાર ૯૪૮ થઈ ગઈ છે. ૧૭ હજાર ૯૧૮ લોકો સાજા થયા છે, જ્યારે કુલ ૧૮૯૭ લોકોના મોત થયા છે. રાજ્યમાં બુધવારે ૨૧૯૦ દર્દી મળ્યા હતા, જ્યારે ૧૦૫ દર્દીઓના મોત થયા હતા. અહીંયા કોરોનાથી અત્યાર સુધી ૧૮૯૭ લોકોના મોત થયા છે. સાથે જ મુંબઈમાં બુધવારે ૧૦૪૪ સંક્રમિત મળ્યા અને ૩૨ લોકોના મોત થયા હતા.