બોટાદ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ કરાયો
બોટાદ એસપી કચેરીના ઓડિટોરિયમ હોલમાં માર્ગ સલામતી માસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જેન્સી રોય, એસપી કિશોર બળોલિયા તેમજ આરટીઓ કચેરીના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યાં હતા .વિદ્યાર્થીઓની રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી રેલી મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી.
માર્ગમાં સલામતી માસની ઉજવણી નિમિત્તે બોટાદ એસપી કચેરીના ઓડિટોરિયમ હોલમાં આજરોજ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો .15-1-2024 થી 14-2-2019 એટલે કે એક માસ સુધી આ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે બોટાદ કલેક્ટર ડો.જેન્સી રોય, એસપી કિશોર બળોલીયા, ડીવાયએસપી મહર્ષિ રાવળ તેમજ આરટીઓ કચેરીના અધિકારી ડી.કે. ચાવડા સહિત ટ્રાફિક પોલીસના કર્મચારીઓ તેમજ સ્કૂલના બાળકો હાજર રહ્યા હતા. હાજર રહેલા સ્કૂલના બાળકોને પોલીસ કર્મચારી તેમજ આરટીઓના અધિકારીઓ દ્વારા માર્ગ સલામતી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારીઓ દ્વારા આ રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માર્ગ સલામતી સત્તાના બેનરો સાથે જોવા મળ્યા હતા. આ રેલી બોટાદ શહેરના એસપી કચેરીથી થઈ સરકારી હાઈસ્કૂલ સુધી પહોંચી હતી.માર્ગ સલામતી માસની ઉજવણીને લઈને બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયાએ માહિતી આપી હતી.