નર્મદા: રખડતા કૂતરાને કારણે પત્નીનું મોત, પતિએ ખુદને ગણ્યો જવાબદાર

ગુજરાત
ગુજરાત

ગુજરાતના લગભગ દરેક શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક છે. રાજ્યમાં આ સમસ્યા એટલી મોટી છે કે ગુજરાત હાઈકોર્ટે પણ સ્વીકાર્યું હતું કે રખડતા કૂતરાઓના કારણે નાગરિકો માટે મોર્નિંગ વોક કરવું મુશ્કેલ બની રહ્યું છે. હવે ફરી એકવાર એક મહિલાએ કૂતરાના કારણે જીવ ગુમાવ્યો છે.

આ મામલો નર્મદા જિલ્લાનો છે જ્યાં એક કૂતરો અચાનક કારની આગળ કૂદી પડ્યો અને કાર બેરિકેડ સાથે અથડાઈ અને કારમાં બેઠેલી મહિલાનું મોત થયું. નવાઈની વાત એ છે કે તે સમયે કાર ચલાવતો મહિલાનો પતિ હવે પોતાની પત્નીના મોત માટે પોતાને જવાબદાર માની રહ્યો છે. તેનું કહેવું છે કે તેની બેદરકારીના કારણે મહિલાનું મોત થયું છે. આ વ્યક્તિની ઓળખ 55 વર્ષીય પરેશ દોશી તરીકે કરવામાં આવી છે જેણે પોતાની સામે એફઆઈઆર પણ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ દોશી અને તેની પત્ની અમિતા અંબાજી મંદિરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે ખેરોજ-ખેડબ્રહ્મા હાઈવે પર આવેલા દાન મહુડી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. તેણે તેની એફઆઈઆરમાં જણાવ્યું હતું કે જીવલેણ અકસ્માત સંપૂર્ણ રીતે ડ્રાઇવિંગ કરતી વખતે તેની બેદરકારીને કારણે થયો હતો, કારણ કે તેણે કૂતરાને ટક્કર ન મારવા માટે બેરિકેડને ટક્કર મારી હતી. દોશીએ પોલીસને જણાવ્યું હતું કે, “હું અને મારી પત્ની રવિવારે વહેલી સવારે ઘરેથી નીકળ્યા અને નજીકના અંબાજી મંદિરે પહોંચ્યા. જોકે, મંદિર બંધ હતું. અમે બપોરે 1.30 વાગ્યા સુધી રાહ જોઈ, પ્રાર્થના કરી અને નીકળી ગયા.

તેણે કહ્યું, હું સુકા અંબા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે અમારી કારની સામે એક રખડતું કૂતરું આવ્યું. કૂતરાને ટક્કર ન મારવા માટે, મેં કારને વાળી દીધી અને કાર પરનો કાબૂ ગુમાવ્યો, જેના કારણે કાર રસ્તાની બાજુમાં બનેલા બેરિકેડ સાથે અથડાઈ. ઓટો લોક હોવાને કારણે બંને કારમાં ફસાઈ ગયા હતા અને બેરિકેડિંગનો એક ભાગ કારની બારીમાંથી અંદર ઘૂસી ગયો હતો અને અમિતાને ગંભીર ઈજા થઈ હતી.

અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો બંનેને બચાવવા દોડી આવ્યા હતા. કોઈએ બારી તોડી, લોક ખોલી બંનેને કારમાંથી બહાર નીકળવામાં મદદ કરી. દોશીએ જણાવ્યું કે, અમિતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી. હવે તેણે તેની સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાથી મોત નિપજાવવાની ફરિયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.