કચ્છ જિલ્લાનું નલીયા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર
હાલ રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં વધારો થયો છે. ગુજરાત રાજ્યમાં થીજવતી ઠંડી શરૂ થઈ ગઈ છે. ત્યારે કચ્છ જિલ્લામાં આવેલ નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. નલિયામાં 13.6 ડિગ્રી નોંધાયું છે. કમોસમી વરસાદ અને ઠંડીને કારણે રાજ્યમાં તાવ અને શરદીના કેસોમાં પણ ઉછાળો થયો છે.
નલિયા 13.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. મહત્વનું છે કે, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ રવિવાર-સોમવારે કમોસમી વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં માવઠા બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે. વિગતો મુજબ રાજ્યના 13 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે.