બે બાળકોની માતા નગ્માએ સરહદ પાર કરી પાકિસ્તાનમાં લગ્ન કર્યા, પોલીસ દ્વારા સર્ચ ચાલુ

ગુજરાત
ગુજરાત

મહારાષ્ટ્રની થાણે પોલીસ 24 વર્ષની મહિલા વિરુદ્ધ તપાસ કરી રહી છે. આ મહિલા ગયા મે મહિનામાં પાકિસ્તાન ગઈ હતી અને હમણાં જ મુંબઈ પાછી આવી છે. આ અંગે પોલીસને જાણ થતાં તેમણે તપાસ શરૂ કરી હતી. પોલીસને ખબર પડી કે નગમા તેના બાળક સાથે પાકિસ્તાન ગઈ હતી. પોલીસને શંકા છે કે મહિલાએ બનાવટી દસ્તાવેજો અને નકલી નામનો ઉપયોગ કરીને પાકિસ્તાનનો પ્રવાસ કર્યો છે. ચાલો જાણીએ આ સમગ્ર મામલા વિશે.

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં, થાણે પોલીસ નગમા નામની 24 વર્ષની મહિલા વિરુદ્ધ તપાસ કરી રહી છે. તાજેતરમાં જ નગમા પાકિસ્તાનથી મુંબઈ પરત આવી હતી. પોલીસને શંકા છે કે નગમા બનાવટી દસ્તાવેજોના આધારે પાકિસ્તાન ગઈ હશે. પોલીસ એ વ્યક્તિની પણ શોધમાં છે જેણે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને નગમાને પાસપોર્ટ અને વિઝા મેળવવામાં મદદ કરી હશે. 

પાકિસ્તાનમાં લગ્નનો દાવો

પોલીસના જણાવ્યા અનુસાર, 24 વર્ષીય નગમાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેણે ઈન્સ્ટાગ્રામ દ્વારા પાકિસ્તાનના એક વ્યક્તિ સાથે મિત્રતા કરી હતી. તે આ વ્યક્તિને મળવા પાકિસ્તાન ગઈ હતી. મહિલાનો દાવો છે કે તેણે પણ પાકિસ્તાનમાં લગ્ન કર્યા છે. નગમા સાથે મેરેજ સર્ટિફિકેટ પણ મળી આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.