‘મુસ્લિમ, મસ્જિદ, મુગલ, મંગળસૂત્ર…’ PM મોદીના ફેવરિટ શબ્દો છે, લાલુએ પૂછ્યું- જાહેર મુદ્દાઓ પર ક્યારે વાત કરશે
દેશભરના લોકોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ રાજકીય પક્ષો પૂરા જોશ સાથે ચૂંટણી પ્રચારમાં લાગેલા છે. દેશમાં કુલ સાત તબક્કામાં મતદાન થવાનું છે, જેમાંથી બે તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આ દરમિયાન તમામ ચૂંટણી પક્ષો એકબીજા પર નિશાન સાધવામાં વ્યસ્ત છે. શુક્રવારે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન પર પ્રહાર કરતા પૂછ્યું કે પીએમ મોદીના મનપસંદ શબ્દો ક્યા છે.
લાલુ પ્રસાદ યાદવે ‘X’ પર લખ્યું, ‘દેશવાસીઓને નમસ્કાર! આજે હિન્દી ભાષામાં લગભગ 1.5 લાખ શબ્દો બોલાય છે અને અભ્યાસની તમામ શાખાઓમાં ટેકનિકલ શબ્દો સહિત લગભગ 6.5 લાખ શબ્દો છે. પરંતુ આ છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિય શબ્દો. આ શબ્દોમાં પાકિસ્તાન, સ્મશાન, હિન્દુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદ, માછલી-મુઘલ મંગળસૂત્ર, ગાય-ભેંસનો સમાવેશ થાય છે. વધુમાં તેમણે લખ્યું કે ઉપર આપેલ નામોની યાદી ચૂંટણીના પ્રથમ બે તબક્કાઓ યોજાય ત્યાં સુધી છે. સાતમા તબક્કા સુધીમાં આ યાદીમાં બે-ચાર વધુ નામો વધી શકે છે. લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોકરી-રોજગાર, ગરીબી-ખેતી, મોંઘવારી-બેરોજગારી, વિકાસ-રોકાણ, વિદ્યાર્થીઓ-વિજ્ઞાન-યુવા વગેરે જેવા મુદ્દાઓ પર વાત કરવાનું ભૂલી ગયા છે.
Tags india lalu yadav Rakhewal