વ્યવસાયલક્ષી તાલીમના ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓને ઘરે બેઠા અભ્યાસ સુવિધા.

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે રાજયની ઔદ્યોગિક તાલીમ સંસ્થાITI માં વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવતા ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઓનલાઇન શિક્ષણ માટેના તાલીમ અભ્યાસ કાર્યક્રમનું ઇ-લોન્ચીંગ કર્યુ હતું. રાજયભરની અકિલા આઇ.ટી.આઇ.માં ચલાવવામાં આવતા ૧ર જેટલા વિવિધ ટ્રેડમાં કોરોના સંક્રમણને કારણે થયેલ લોકડાઉન પૂર્વે બાકી રહેલો અભ્યાસક્રમ અને તાલીમ કાર્યક્રમ આઇ.ટી.આઇ.ના ૭૦૦ થી વધુ સુપરવાઇઝર-ઇન્સ્ટ્રકટર્સ દ્વારા લોકડાઉન દરમ્યાન તૈયાર કરવામાં આવ્યો અને ર હજારથી વધુ કલાકનું આ ઇ-લર્નીંગ મટિરિયલ ગુજરાતી ભાષામાં www.talimrojgar.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. એટલું જ નહિ, તાલીમાર્થીઓ ઘરેબેઠા જ પરિક્ષાની સંપૂર્ણ તૈયારી કરી શકે તે હેતુસર ૧ર ટ્રેડના ૧૦ હજારથી વધુ MCQની જવાબ સહિતની પ્રશ્ન બેંક-કવેશ્યન બેંક પણ ઓનલાઇન કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ જે ૧ર ટ્રેડ માટે આ ઇ-લર્નીંગ ઓનલાઇન મટિરિયલનો અભિનવ પ્રયોગ કરવા રોજગાર-તાલિમ નિયામક તંત્રને પ્રેરિત કર્યુ છે તેમાં મુખ્યત્વે ફિટર, વાયરમેન, વેલ્ડર, બેઝિક કોસ્મેટોલોજી, કમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ, સુઇંગ ટેકનોલોજી, ઇલેકિટ્રશીયન, મશીનિષ્ટ, ઇલેકટ્રોનિકસ મિકેનીક, મિકેનીક ડીઝલ, અટેન્ડન્ટ ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ, મિકેનીક રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનરનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીશ્રીએ આ તાલીમ સીલેબસનું ઇ-લોચીંગ કર્યુ તે અવસરે શ્રમ-રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર, શ્રમ-રોજગારના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા, રોજગાર તાલીમ નિયામક શ્રી સુપ્રીત ગુલાટી વગેરે જોડાયા હતા મુખ્યમંત્રીશ્રીએ રાજયના શાળા-કોલેજોના વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રવર્તમાન સ્થિતીમાં બગડે નહિં તે હેતુથી શાળાઓ ખૂલી ન હોવા છતાં ઓનલાઇન શિક્ષણની પહેલ કરી છે. હવે, રાજયના વ્યવસાયલક્ષી – તાલીમ વોકેશનલ ટ્રેનિંગ-અભ્યાસ કરતા એક લાખથી વધુ યુવાનો માટે આ ઓનલાઇન શિક્ષણ પદ્ઘતિ શરૂ કરીને ઘરે બેઠાં ટેકનીકલ શિક્ષણનો દેશને એક નવો રાહ ગુજરાતે બતાવ્યો છે. તદ્ઉપરાંત કેન્દ્ર સરકારની ચેન્નઇ સ્થિત સંસ્થા NIMI (National Instructional Media Institute) જે NCVT પેટર્નના વિવિધ પ્રકારના કોર્ષના અભ્યાસક્રમ મુજબ અંગ્રેજી અને હિન્દી ભાષામાં પુસ્તકો પ્રકાશિત કરે છે તે પુસ્તકો રાજયના તાલીમાર્થીઓને ગુજરાતીમાં પ્રાપ્ત થાય તે હેતુસર ગુજરાતી ભાષામાં અનુવાદિત આઇ.ટી.આઇ.ના ફિટર અને ટર્નર ટ્રેડના ત્રણ પુસ્તકોનું પણ મુખ્યમંત્રી શ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. રાજયની આઇ.ટી.આઇમાં ફોરમેન ઇનસ્ટ્રકટર દ્વારા સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરો દ્વારા તાલીમાર્થીઓને આપવામાં આવતી તાલીમનું મુલ્યાંકન કરવાનું હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મિકેનિકલ, ઇલેકિટ્રકલ, ઓટોમોબાઇલ, ફેબ્રિકેશન, આઇ.ટી.સેકટર તેમજ સ્ટોરને લગતી બાબતો આવરી લઇ ૪ માસની પ્રાયોગિક તાલીમ આપવા માટેના અભ્યાસક્રમનું સુપરવિઝન માટે ઇ-લોન્ચિંગ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.