મોરારી બાપુએ અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે 16 કરોડની રકમ એકઠી કરી

ગુજરાત
ગુજરાત

રામ જન્મભૂમિ અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરનાં ખાતમૂહુર્ત કરવામાં આવશે. તલગાજરડામાં ચાલી રહેલી ઓનલાઈન કથામાં મોરારિ બાપુએ મંદિરના નિર્માણમાં 5 કરોડ રૂપિયા મોકલીશું તેવી જાહેરાત કરી હતી. જે બાદ આજે 16 કરોડની રકમ એકઠી થઈ ગઈ છે. મોરારિ બાપુએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા 5 કરોડ રૂપિયા અહીંથી મોકલીશું અને ઠાકોરજી આપણા બધાના મનોરથ પૂર્ણ કરે.આ તુલસીપત્રના રૂપમાં રૂપિયા મોકલવામાં આવશે. ત્યારે આજે 5 કરોડના બદલે 16 કરોડની રકમ એકઠી થઈ ગઈ છે.

મોરારિ બાપુએ જણાવ્યું હતું કે, ચિત્રકૂટધામ તલગાજડામાં તુલસીપત્રના રૂપે ઠાકોરજીના ચરણોમાં રૂપિયા અર્પણ કરૂ છું. શ્રોતાગણ તરફથી જે પણ કંઇ આવે તે બધા રૂપિયા મેળવીને આ પૈસા મોકલવામાં આવશે. મોરારિ બાપુએ જણાવ્યું હતું કે ગઈકાલે સાંજ સુધીમાં માત્ર ભારતમાંથી 10 કરોડ રૂપિયા આસપાસની રકમ એકત્ર થઈ ગઈ હતી. જ્યારે 3 કરોડ 51 લાખ રૂપિયા અમેરિકાથી અને કેનેડામાંથી, જ્યારે 2 કરોડ 80 લાખ રૂપિયા યુ.કે. અને યુરોપથી આવ્યાં છે. આમ કુલ અત્યાર સુધીમાં 16 કરોડથી પણ વધારે રકમ એકઠી થઈ ગઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.