આજથી રાજ્યમાં વિધિવત્ રીતે ચોમાસાનું આગમન થશેઃ ભારે વરસાદની આગાહી
ગાંધીનગર : નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે થયેલા વરસાદમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટÙના અનેક જિલ્લામાં વાવણી થઈ ગઈ છે ત્યારે હવે આજે એટલે કે રવિવારથી રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ૩ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટÙમાં ભારે વરસાદ રહેશે. રાજ્યના હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. તો આ સમાચારના પગલે જે ખેડૂતોએ વાવણીની તૈયારી કરી દીધી છે તેમના માટે લાપસીના આંધણ મૂકવાના સંયોગો સર્જાશે.
રાજ્યમાં કાલથી નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, નર્મદા ભરૂચ સહિતના જિલ્લામાં વરસાદ વરસશે. આ ઉપરાંત પવન પણ ફૂંકાઈ શકે છે.