દક્ષિણ ગુજરાતમાં જામ્યો ચોમાસાનો માહોલ, ખેડૂતોમાં ચિંતાનો વધારો
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની કરવામાં આવેલ આગાહીના પગલે આજે સવારથી દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ભરૂચ અને સુરત જિલ્લાના કેટલાંક ભાગોમાં ઝરમરથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આજથી 27 નવેમ્બર સુધી ત્રણ દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવતા રાજકોટનું માર્કેટિંગ યાર્ડ ત્રણ દિવસ સુધી બંધ કરવામાં આવ્યું છે.