CM રૂપાણીની હાજરીમાં મંત્રી રમણ પાટકરનો બફાટ, પોતે સ્વીકાર્યું કોંગ્રેસના MLAને નથી મળતી પૂરતી ગ્રાન્ટ.

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી ના અંતિમ પ્રચારમાં હવે ભાજપ અને કોંગ્રેસ એક-બીજા સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ અને શબ્દોના બાણ ચલાવવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોચી ગયો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આજે ભાજપ તરફથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ધુરા સંભાળી હતી. અને કપરાડા તાલુકાના નાનાપોંઢામાં એક જંગી જાહેરસભા સંબોધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેર સભામાં રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર પણ ઉપસ્થિત હતા. જોકે પોતાના સંબોધનમાં રમણ પાટકરએ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં મોટો બફાટ કર્યો હતો. પોતાના ભાષણ વખતે પણ તેઓએ લોકોને સંબોધતા સ્વીકાર કર્યું હતું કે, જીતુભાઈ ચૌધરી અત્યારના ભાજપના ઉમેદવાર છે. જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે. ત્યારે જીતુભાઈ ચૌધરી જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા. એ વખતે જીતુભાઈને ઓછી ગ્રાન્ટ આપતાં હતાં. આથી વિકાસમાં આ વિસ્તારમાં વિકાસ ઓછો થતો હતો. જોકે હવે તેઓ ભાજપમાં આવી ગયા છે. આથી હવે કપ લરાડા વિસ્તારનો વિકાસ થશે. આમ રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરએ આડકતરી રીતે કોંગ્રેસના ધારાસભ્યોના મતવિસ્તારમાં ઓરમાયુ વર્તન રખાતું હોવાનો સ્વીકાર કર્યો હતો. સીએમ વિજય રૂપાણીની હાજરીમાં જાહેર મંચ પરથી રાજ્યના મંત્રીએ કરેલા નિવેદનને કારણે ખળભળાટ મચી ગયો હતો. તો સભા બાદ જ્યારે રમણ પાટકરને આ એ અંગે પૂછવામાં આવ્યું ત્યારે પણ તેઓ મીડિયા સામે પણ તે વાતને વળગી ગયા હતા. તો બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રમણ પાટકરના નિવેદનનો બચાવ કરવો પડ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.