હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ઘાતક આગાહી, માર્ચ અને એપ્રિલમાં એક ધારો પવન ફૂંકાશે
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે, આજે અમદાવાદમાં અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 36 ડિગ્રીની તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી વ્યક્ત કરુવામાં આવી છે. આ સાથે હોળી સુધીતો તાપમાન 40 ડિગ્રી થવાની પણ સંભાવના દર્શાવવામાં આવી છે.
અન્ય શહેરોના તાપમાન
વધુમાં જણાવે દઈએ કે અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન 34 ડિગ્રી જેટલું રહ્યુ હતુ. જ્યારે ભાવનગરમાં 33.4, અમરેલીમાં 34, વડોદરામાં 34.2, રાજકોટ અને ડીસામાં 34.3, ગાંધીનગર અને ભૂજમાં 34.5 ડિગ્રી, સુરતમાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
જો કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, ‘માર્ચ અને એપ્રિલમાં એક ધારો પવન ફૂંકાશે, પવનની ગતિના સપાટા વધુ રહેશે.