હવામાન વિભાગની આગાહી, ભર ઉનાળે કરાઈ વરસાદની આગાહી
રાજ્યમાં ફરી એકવાર હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે. તારીખ 12થી 14 સુધી વાતાવરણમાં કાળા વાદળાં જોવા મળશે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં માર્ચ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઇ ગયો હતો. જોકે, છેલ્લા ચાર દિવસથી અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં તાપમાન એકથી બે ડિગ્રી ગગડી પણ રહ્યુ છે. ત્યારે આજે આપણે જોઇએ કે, આજથી શરૂ થતા એપ્રિલ મહિના માટે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની કેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, એપ્રિલ મહિનામાં વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. જેની અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે. એપ્રિલમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી પણ થશે તેમ જણાવ્યુ છે.
હવામાન નિષ્ણાતે એમ પણ આગાહી કરી છે કે, 12થી 14 એપ્રિલમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેશે. 22થી 23 એપ્રિલમાં પણ વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. અને આ પછી 23થી 25 એપ્રિલના પણ વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે તેવી સંભાવનાઓ છે.