હવામાન વિભાગની આગાહી, આવતીકાલે બનાસકાંઠા જીલ્લામાં હળવા વરસાદની સંભાવના

ગુજરાત
ગુજરાત

હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 જાન્યુઆરીએ બનાસકાંઠામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે 9 જાન્યુઆરીએ નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરાનગર હવેલી, અમરેલી, જામનગર, બોટાદ, ભાવનગર,
અમદાવાદ, સાબરકાંઠા અને અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે 10 જાન્યુઆરીએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં કેટલાક છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ વરસી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.