સુરતના વેપારીએ, 12 હજારથી વધુ હિરામાંથી બનાવી કરોડોની કિંમતની રીંગ, મળ્યું ગિનિઝ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન

ગુજરાત
ગુજરાત

આઠ મહિનાની મહેનત અને અઢી વર્ષના કોન્સેપ્ટ બાદ સુરતના ડાયમંડ વેપારી દ્વારા તૈયાર કરવામાં આવેલ 12638 ડાયમંડ જડિત લોટસ રિંગને ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ રિંગમાં 165 ગ્રામ 18 કેરેટનું ગોલ્ડ અને 38 કેટેટના ડાયમંડ જડવામાં આવ્યા છે. જે ખૂબ જ ખાસ પ્રકારની આ રિંગ છે અને આ રિંગને ” ઓફ ફ્લાવર પ્રેસપોરિટી ” નામ આપવામાં આવ્યું છે.

સુરતના વેપારી હર્ષિલ બંસલ દ્વારા અઢી વર્ષ અગાઉ આ રિંગ બનાવવાનો વિચાર કર્યો હતો. આ માટે મહિધરપુરાના ડાયમંડ વેપારી હેમલ કાપડિયાનો તેમણે સંપર્ક કર્યો હતો. જ્યાં અનેકો વખત ડિઝાઇન બદલવાની ફરજ પડી હતી. પરંતુ બાદમાં આઠ મહિનાની મહામહેનતે આ રિંગ તૈયાર કરવામાં આવી હતી. જે રીંગમાં 12638 જેટલા ડાયમંડ જડવામાં આવ્યા હતા. આ રિંગને ઓફ ફ્લાવર પ્રેસપોરિટી ” નામ આપવામાં આવ્યું હતું.

આ રિંગ 165 ગ્રામ જેટલા 18 કેરેટ સોના અને 38 કેરેટના ડાયમંડ જડિત છે. જે ભાગ્યેજ દુનિયામાં આટલી મોટી રિંગ અને તે પણ ડાયમંડ જડિત કોઈ વેપારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ રિંગની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવે છે. જો કે વેપારી દ્વારા આ રિંગની ચોક્કસ કિંમત બતાવવામાં આવી નથી. પરંતુ આ રિંગ સુરતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. જે રિંગને હવે ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જેને લઈ ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં સુરતના નામે વધુ એક સોપાન ઉમેરાયું છે. જેના કારણે રિંગ બનાવનાર વેપારીના પરિવાર અને ડાયમંડ વેપારીમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.