મહેસાણાઃ ચોરી-મારામારીના ૫ આરોપી સહિત કુલ ૬ કેસ પોઝિટીવ

ગુજરાત
ગુજરાત

રખેવાળ, મહેસાણા

મહેસાણામાં કોરોનાએ કહેર વરસાવ્યો હોય તેમ આજે બીજા ૬ કેસ પોઝિટીવ સામે આવ્યા છે. લાંઘણજ પોલીસ સ્ટેશનના ૫ આરોપીઓનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તરફ મહેસાણા તાલુકાના છઠીયારડા ગામે પણ ૧ કોરોનાનો નવો કેસ નોંધાતા છઠીયારડામાં અત્યાર સુધી ૬ કેસ પોઝિટીવ સામે આવ્યા છે. આરોપીઓના કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા લાંઘણજ પોલીસ સ્ટેશનને કોરોન્ટાઇન કરવામાં આવી શકે છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં જાણે કોરોનાએ તબાહી મચાવી છે. ગઇકાલે ૫ કેસ પોઝિટીવ આવ્યા બાદ આજે વધુ ૬ કેસ સામે આવ્યા છે. ગત દિવસોએ લાંઘણજ પોલીસે કુલ ૯ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંના સ્ટોર ઉપર ચોરી કરનારા ધાધુસણ ગામના ૭ આરોપીમાંથી ૪ ઇસમોનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તરફ ચલુવા ગામમાં મારામારીના કેસના ૨ આરોપી પૈકી ૧નો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે છઠીયારડા ગામે પણ ૧ કેસ સામે આવતા મહેસાણામાં આજે કુલ ૬ કેસ પોઝિટીવ નોંધાયા છે.

મહેસાણા તાલુકાના છઠીયારડા ગામે અગાઉ ૫ કેસ સામે આવ્યા હતા. જોકે આજે અન્ય ૧ કેસ નોંધાતા છઠીયારડામાં કુલ ૬ કેસ નોંધયા છે. આ તરફ ૫ આરોપીઓનો પણ કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં લાંઘણજ પોલીસ સ્ટેશનને કોરોન્ટાઇન કરવામાં આવી શકે છે. આ સાથે આરોગ્ય તંત્ર કોરોનાગ્રસ્ત લોકોના સંપર્કમાં આવનારા તમામની શોધખોળ હાથ ધરાઇ છે.

                આજે નોંધાયેલા કેસની વિગત

  • આશિક હેમતાજી ઠાકોર
  • સુરેશ કાબાજી ઠાકોર
  • ભરત નટુજી ઠાકોર
  • શિવાજી બાબુજી ઠાકોર
  • ઠાકોર ભરતજી વલમાજી
  • અન્ય એક છઠીયારડામાં પોઝિટીવ કેસ

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.