રાજ્યના 30 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ 2 ઈંચ વરસાદ બનાસકાંઠાના દાંતામાં નોંધાયો

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે 6 વાગ્યાથી રાજ્યના 30 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના દાંતામાં 2 ઈંચ નોઁધાયો છે. જ્યારે સુરતના બારડોલીમાં 16 મિમિ, તાપીના નિઝરમાં 15 મિમિ, સુરતના ચોર્યાસી અને માંડવીમાં 12 મિમિ, તાપીના સોનગઢમાં 11 મિમિ, સુરતના પાલસણા અને તાપીના વ્યારામાં 9 મિમિ, અરવલ્લીના ભિલોડા અને તાપીના કુકરમુંડામાં 6 મિમિ, ડાંગના વધઈ અને વલસાડના ઉમરગામમાં 5 મિમિ વરસાદ નોંધાયો છે. ગઈકાલે નવસારીના ખેરગામમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગઈકાલે રાજ્યના 179 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં નવસારીના ખેરગામમાં 4 ઈંચ, અરવલ્લીના ભિલોડા,આણંદના બોરસદ, નવસારીના ચીખલી, ગણદેવી અને વાંસદા, વલસાડ, બનાસકાંઠાના સુઈગામ અને આણંદના પેટલાદમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. નર્મદાના દેડિયાપાડા, ડાંગના સુબિર, વધઈ અને આહવા, સુરતના બારડોલી, નવસારી અને બનાસકાંઠાના કાંકરેજમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.