છેલ્લા 24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં મેઘમહેર, ભરૂચના અંકલેશ્વરમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ

ગુજરાત
ગુજરાત

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે આપેલા આંકડા અનુસાર રાજ્યના 117 તાલુકામાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 5 ઈંચથી વધારે વરસાદ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નોંધાયો છે. દક્ષિણ ગુજરાત વરસાદનું જોર વધારે રહ્યું છે. આ સિવાય પૂર્વ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ નોધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ કોરુંધાકોર રહ્યું છે.

મધ્યપ્રદેશમાં લો-પ્રેશર અને રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સક્રીય થયું છે. જેને કારણે રાજ્યમાં વાદળિયું વાતાવરણ સર્જાતા મોટાભાગનાં શહેરોનાં તાપમાનમાં ઘટાડો થયો છે . તેમજ આગામી 48 કલાક દરમિયાન કચ્છને બાદ કરતાં રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારમાં ઝાપટાથી લઇને મધ્યમ વરસાદની જ્યારે અમદાવાદમાં 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે ઝાપટાં પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા વરસાદ નોંધાયો છે. જેમાં 14 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. જેમાં ભરૂચના અંકલેશ્વરમાં 5 ઈંચથી વધુ, પંચમહાલના મોરવા હડફ અને સુરતના કામરેજમાં 4 ઈંચ, ભરૂચમાં 3 ઈંચ, તાપીના વાલોડ અને આણંદના બોરસદમાં અઢી ઈંચ, જ્યારે છોટાઉદેપુરના નસવાડી, ક્વાંટ અને જેતપુર પાવી, તાપીના દોલવણ, સુરતના માંગરોળ અને બારડોલી, ભરૂચના ઝઘડિયા અને નર્મદાના તિલકવાડામાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.