24 કલાકમાં 46 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ સુરત શહેરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો

ગુજરાત
ગુજરાત

થોડા દિવસોથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર,દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 46 તાલુકામાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ સુરત શહેરમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારબાદ વલસાડ, વાપી, નવસારી, પંચમહાલ, નર્મદા, ભરૂચ, અમદાવાદ, ડાંગ, આણંદ, છોટાઉદેપુર, ભાવનગર સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 2 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ થશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત,મોરબી, દ્વારકા, પોરબંદર, વલસાડ, દાદરાનગર હવેલી, નવસારીમાં વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા, નડિયાદ, ખેડા, આણંદમાં મધ્યમ વરસાદની શક્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.