લગ્ન નોંધણીના સર્ટીફિકેટના બદલામાં હજાર રૂપિયાની લાંચ લેતા ઓપરેટર છઝ્રમ્ના હાથે ઝડપાયો

ગુજરાત
ગુજરાત

નગર પાલિકામાં લગ્નની નોંધણી વિભાગમાં ફરજ બજાવતા મનીષ નટવરભાઈ સોલંકી ઉર્ફે આપું લગ્નની નોંધણીના રૂપિયા ૧ હજાર લાંચ લેતા છઝ્રમ્ની ટ્રેપમાં ઝડપાયા હતા. ફરિયાદી પાસેથી સર્ટિફિકેટના બદલમાં ટેક્સ મેસેજ મોબાઈલમાં કરીને રૂપિયાની માંગ કરવામાં આવી હતી. હાલ આરોપીને ઝડપી લઈને છઝ્રમ્એ વધુ તપાસ હાથ ધરી છે.

ફરીયાદી વકીલાતનો વ્યવસાય કરતા હોય અને તેઓના અસીલ નાઓના લગ્નની નોંધણી કરવા માટે ફરીયાદીશ્રીએ વલસાડ નગરપાલીકા ખાતે બે અલગ-અલગ અરજીઓ કરેલ હોય અને ફરીયાદીના મોબાઈલ ઉ૫ર તા.૨૧/૦૫/૨૦૨૦ ના રોજ વલસાડ નગરપાલીકા તરફથી લગ્ન નોંધણી થઈ ગયેલ બાબતે ટેક્ષમેસેજ આવેલ ત્યારબાદ તા.૨૧/૦૫/૨૦૨૦ ના રોજ આરોપીએ ફરીયાદીના મોબાઈલ ઉ૫ર લગ્ન નોંધણી સર્ટીફીકેટ લઈ જવા તથા બે અરજીઓના રૂ.૫૦૦/- + રૂ.૫૦૦/- લેખે કુલ રૂ. ૧૦૦૦/- ની લાંચની માંગણી આ કામના આરોપી એ કરેલ .

ફરિયાદી વકીલ લાંચની રકમઆપવા માંગતા ન હોય, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરી છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂ વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી સ્વીકારી પકડાય જઇ ગુનો કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.