રાજ્યમાં આગામી 24 કલાકમાં પડી શકે છે માવઠું, ખેડુતોમાં ચિંતાનો માહોલ
હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં માવઠું પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં માવઠું પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રનાં કેટલાંક જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, પોરબંદર, જુનાગઢ સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.