દાહોદની સાઈધામ સોસાયટીમા ત્રણ મકાનના તાળા તુટ્યા
દાહોદના દેલસર વિસ્તાર માં સાઈધામ સોસાયટીમાં એક જ રાત માં ત્રણ મકાન ના તાળાં તૂટ્યા હતા. જે પૈકી એક મકાન માથી રોકડ તેમજ ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થતા સ્થાનિકોમા ભયનો માહોલ છવાયો હતો.દાહોદ શહેર માં છેલ્લા થોડા સમય થી તસ્કરો નો આતંક જોવા મળી રહ્યો છે જેને લઈ ને શહેરવાસીઓ માં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે બે દિવસ પહેલા જ શહેરમાં ઘરફોડ ચોરી કરનારા બે બાળ કિશોર ને પોલીસે ઝડપી લઈ ચોરી નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ત્યારે આજે બી ડીવીઝન પોલીસ મથક વિસ્તાર માં આવેલા દેલસર ખાતે સાઈધામ સોસાયટી માં રહેતો એક પરિવાર બહારગામ હતો ત્યારે રાત્રિ ના સમયે બારી નો સળિયો તોડી તસ્કરો એ ઘર માં પ્રવેશ કરી ચાંદીના દાગીના અને રોકડ રકમ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
વહેલી સવારે મકાન માલિક આવતા જ બારી તૂટેલી જોઈ અને ઘર માં જોતાં ઘર નો અને તિજોરી ની અંદર નો સામાંન વેરવિખેર જોતાં ચોરી થઈ હોવાનો એહસાસ થયો હતો અને તપાસ કરતાં રોકડ અને ચાંદીના દાગીના ગાયબ હતા તેજ વિસ્તાર માં અન્ય બે બંધ મકાનો ના પણ તાળાં તોડી તસ્કરો એ પ્રવેશ કર્યો હતો પરંતુ બંધ ઘર હોવાથી ઘર માં કશું હાથ નહોતું લાગ્યું બનાવ ની જાણ બી ડીવીઝન પોલીસ ને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોચી આગળ ની તપાસ હાથ ધરી હતી.