લોકડાઉન : ૩ મે પછી લોકડાઉનની રણનીતિ અંગે PM મોદીએ મંત્રીઓ સાથે ચર્ચા કરી

ગુજરાત
ગુજરાત

રખેવાળ, નવી દિલ્હી
કોરોના સંકટ અને લોકડાઉન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રેલવે મંત્રી પીયૂષ ગોયલ, નાણામંત્રી નિર્મલા સીતારામણ, CDS જનરલ બિપિન રાવત સહિત ઘણા અધિકારી હાજર રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં લોકડાઉનના બીજા તબક્કાની સમીક્ષા કરાઈ હશે.

માહિતી પ્રમાણે આ બેઠકમાં ૩ મે પછી સરકારની રણનીતિ અને ૪ મેથી કેવી કેવી છૂટ છાટ આપવામાં આવશે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી બે દિવસની અંદર ગૃહ મંત્રાલયની નવી ગાઈડલાઈન પણ આવી શકે છે, જેમાં કયા ઝોનમાં શું છૂટ આપવામાં આવશે તેની વિગતો હશે.

મહત્વનું છે કે લોકડાઉનનો બીજો તબક્કો ૩ મેના રોજ ખતમ થઈ રહ્યો છે અને દેશમાં કોરોના દર્દીઓનો આંકડો ૩૫ હજારને પાર કરી ગયો છે. એવામાં સરકાર સામે મોટો પડકાર સંક્રમણને રોકવાનો છે. કેન્દ્રીય મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક પહેલા વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી.

કોરોના સામે લડવા માટે રણનીતિમાં થોડો ફેરફાર કરવામં આવ્યો છે. લોકડાઉનનું લોક ખોલવા માટે આખા દેશને ત્રણ ઝોનમાં વહેચવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે લોકડાઉન ખતમ થયાની તારીખ એટલે કે ત્રણ મે બાદ લિસ્ટ માટે ૧૩૦ જિલ્લા રેડ ઝોન. ૨૮૪ ઓરેન્જ ઝોન અને ૩૧૯ ગ્રીન ઝોનમાં સામેલ કરાયા છે. દેશના મેટ્રો શહેર રેડ ઝોનમાં રહેશે, જ્યાં વાઈરસ ફેલાવાનું જોખમ વધારે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.