લોકડાઉન વચ્ચે મોટી રાહત, ૧૬૨ રૂપિયા સસ્તો થયો સબસિડી વગરનો રાંઘણ ગેસનો સિલિંડર

ગુજરાત
ગુજરાત

રખેવાળ, નવી દિલ્હી

દેશભરમાં લોકડાઉન વચ્ચે રાંધણ ગેસને લઈને સારા સમાચાર આવ્યા છે. ૧ મે એટલે કે આજથી સબસિડી વગરના એલપીજી સિલિંડરની કિંમતમાં ૧૬૨ રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડો આજથી લાગું થશે.

દિલ્હીમાં સબસિડી વગરનો સિલિંડર ૧૬૨.૫૦ રૂપિયાના ઘટાડા સાથે ૫૮૧.૫૦ નો થયો છે. પહેલા તેનો ભાવ રૂ. ૭૪૪ હતો. મંબઈમાં નવા ભાવ રૂ. ૫૭૯ હશે. કોલકતામાં ૫૮૪.૫૦ અને ચેન્નાઈમાં રૂ. ૫૬૯ .૫૦ હશે.સરકાર ગ્રાહકને દર વર્ષે ૧૨ સિલિંડર સબસિડીવાળા આપે છે. આ ઉપરાંત જો કોઈને ગેસ સિલિંડર જોઈએ તો તે બજાર કિંમતે આપે છે. સતત ચોથા મહિને રાંઘણ ગેસના ભાવમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં સબસિડી વગરનો સિલિંડર રૂ. ૫૮૬નો થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.