લોકડાઉનથી હવા એટલી સ્વચ્છ થઈ ગઈ કે માઉન્ટ આબુથી ગુજરાતના ૩ શહેર ચોખ્ખાં દેખાવા લાગ્યાં
રખેવાળ, માઉન્ડ આબુ
કોરોનાના કારણે સમગ્ર દેશમાં છેલ્લા એક મહિનાથી લોકડાઉન છે. વાહનોનું આવાન-જાવન લગભગ બંધ છે અને લોકો પણ ઘરની બહાર નીકળતા નથી. આવામાં પ્રદુષણ ઓછું થઈ ગયું છે અને હવા પણ સ્વચ્છ થઈ ગઈ છે. છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી માઉન્ટ આબુના તમામ પ્રયટન સ્થળ બંધ છે અને ત્યાં પર્યટકોને આવવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. જેના કારણે માઉન્ટ આબુની આસપાસનું વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે. માઉન્ટ આબુથી ગુજરાતના ત્રણ શહેર ચોખ્ખા દેખાવા લાગ્યા છે. આબુથી અમીરગઢ, ચિત્રાસણી અને છેક ૮૩ કિલોમીટર દૂર આવેલાં પાલનપુર શહેરની સીમા પણ દેખાવા લાગી છે. જોકે લોકડાઉન પહેલાં આબુથી સૌથી નજીક આવેલું ગુજરાતનું અમીરગઢ પણ દેખાતું નહોતું.
માઉન્ટ આબુના ગોમુખ રોડથી કોદરા ડેમ થઈને લગભગ ૩ કિલોમીટર દૂર પાલનપુર પોઈન્ટ છે. ત્યાંથી આ નજારો સ્પષ્ટ રેખાઈ રહ્યો છે. લોકડાઉન પહેલાં સૌથી નજીકનું અમીરગઢ શહેર પણ દેખાતું નહોતું, પરંતુ હવે હવા સ્વચ્છ છે અને પ્રદુષણ પણ નથી તેથી ગુજરાતની ત્રણેય શહેરોની વસાહતો દેખાવા લાગી છે.
હવા સ્વચ્છ થતાં અને પ્રદુષણ ઓછું થવાને કારણે માઉન્ટ આબુની ટેકરીઓ પહેલાં કરતાં વધુ સુંદર દેખાવા લાગી છે. અહીંથી ગુજરાતમાં વસેલાં શહેરો પણ દેખાવા લાગ્યાં છે. આ ફોટામાં દેખાઈ રહેલાં ત્રણ શહેર જેમાં અમીરગઢ માઉન્ટ આબુથી ૫૦.૨ કિમી, ચિત્રાસણી ૭૧ કિમી અને પાલનપુર ૮૩ કિલોમીટર દૂર છે.