લોકડાઉન : ૧૨૦૦ શ્રમિકો સાથે વધુ એક ટ્રેન રાજકોટથી ઉત્તરપ્રદેશ રવાના

ગુજરાત
ગુજરાત

રખેવાળ, રાજકોટ

રાજકોટ શ્રમિક સ્પેશિયલ ટ્રેન દ્વારા રાજકોટમાં રહેતા પરપ્રાંતીયોને તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે. ગઇકાલે ૫ મેના રોજ એક ટ્રેન રવાના કરવામાં આવી હતી. ત્યારે આજે ૧૨૦૦ શ્રમિકો સાથે વધુ એક ટ્રેન રવાના કરવામાં આવી છે. આજે સવારે ૯ વાગ્યે ટ્રેનને રવાના કરવામાં આવી હતી. વહીવટી તંત્ર અને પોલસીના સહરાકથી ટ્રેન મારફત તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે. વતન જઇ રહેલા શ્રમિકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

શ્રમિકોની તમામ ટિકિટનો ખર્ચ કાનૂડા મિત્ર મંડળ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. તેમજ શ્રમિકો માટે ફૂડ પેકેટ, પાણીની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. બાળકોને રમકડા પણ આપવામાં આવી રહ્યા છે. આજે સાંજે ૬ બીજી ટ્રેન ઉત્તરપ્રદેશ રવાના કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના બલીયા સુધી ટ્રેન મોકલાવામાં આવી રહી છે. કાનુડા મિત્ર મંડળના પ્રમુખ કેતનભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટથી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ અને ત્રિપલ લેયર માસ્ક તેમજ બાળકો માટે ચોકલેટ, ક્રિમ બિસ્કીટ, જેમ્સ બોલ, વેફરવાળા ફુડપેકેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રેલવે સ્ટેશન પર શ્રમિકો માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જ્યારે પણ આ પ્રકારની સેવાની જરૂર જણાશે ત્યારે ટિકીટ ખર્ચ અને ફૂડ પેકેટની વ્યવસ્થા પૂરી પાડવા કાનુડામિત્ર મંડળ કટીબદ્ધ છે,

ગોંડલ તાલુકાના રીબડા ગામે ૪૧ જેટલા પરપ્રાંતીય મજૂરોને મધ્યપ્રદેશ રાજ્યમાં જવા માટેની તંત્ર તરફથી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટ કલેક્ટર દ્વારા મંજૂરી આપતા તમામ પરપ્રાંતીયોની હેલ્થ ચકાસણી ઁૐઝ્ર સેન્ટર મોવિયાના ડોક્ટર જ્યોતિબેન પટેલ, સ્થાનિક મધુબેન ગોહિલ તેમજ તમામ પેરા મેડિકલ સ્ટાફ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે કામગીરી કરી હતી. રીબડાના સ્થાનિક આગેવાન રાજદીપસિંહ અનિરૂઘ્ધસિંહ જાડેજા દ્વારા માસ્ક આપીને બસની મુસાફરી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવણી કરીને મુસાફરી કરવી, બસની મુસાફરી દરમિયાન બસની બહાર થૂંકવું નહીં જેવી જાણકારી આપવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.