વિદેશની જેમ હવે ગુજરાતમાં પણ શરુ થઇ ડબલ ડેકરની બસ, CM પટેલે કર્યું લોન્ચિંગ

ગુજરાત
ગુજરાત

વિદેશની જેમ ગુજરાતમાં પણ ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસ દોડતી થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીફ્ટ સીટીથી ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસ નું લોન્ચિંગ કર્યું હતું.

ગુજરાત એસ.ટી નિગમની અતિઆધુનિક બે ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું લોન્ચિંગ કર્યું હતું. વાયબ્રન્ટ સમિટ-2024નાં ભાગરૂપે આજે સોમવારથી બે બે ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું સંચાલન થશે. ગીફ્ટ સીટીથી મહાત્મા મંદિર સુધી બસનું સંચાલન કરવામાં આવેશે. ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું લોન્ચિંગનાં અવસરે ભૂપેન્દ્ર પટેલ સહિત વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી, ગિફ્ટ સિટીના ચેરમેન ડો. હસમુખ અઢિયા, ગિફ્ટના એમ.ડી. તપન રે તથા વાહનવ્યવહાર અને બંદરો તથા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, એસ.ટી. નિગમના વહીવટી સંચાલક એમ.એ. ગાંધી અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

RAKHEWALની એપ ડાઉનલોડ કરવા માટે આ લીંક પર ક્લિક કરો:

https://play.google.com/store/apps/details?id=com.app.rakheval


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.