રાજ્યમાં 14 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં ચોમાસું હવે વિદાય લઈ રહ્યું છે અને શિયાળાની ઠંડીની પણ શરૂઆત થવા લાગી છે, ત્યારે ફરી એકવાર ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. રાજ્યના હવામાન વિભાગે આગામી 14 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે. મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે લો પ્રેશરની અસરના પગલે ફરીથી રાજ્યમાં વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશાનો પવન છે. હવામાન વિભાગની આગાહી અનુસાર તારીખ 14 ઓક્ટોબરના રોજ વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તેમજ 15 ઓક્ટોબરે ભાવનગર, અમરેલી અને 16 ઓક્ટોબરે સુરત, તાપી, નવસારી, ડાંગ, ભાવનગર, અમરેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરાઈ છે.

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તો ચોમાસાએ વિદાય લઇ લીધી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ધીરે-ધીરે ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે એવામાં હવામાન વિભાગે આગામી 48 કલાકમાં સામાન્ય વરસાદનાં ઝાપટાં પડવાની આગાહી કરી છે. ત્યારે ખેડૂતોમાં ફરી ચિંતા ફેલાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.