કચ્છ અને વલસાડમાં ભારે વરસાદ,જ્યારે લખપતમાં 11 ઇંચ વરસાદ વરસ્યો

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં ભારે વરસાદનો સીલસીલો યથાવત રહેવાની આગાહી વચ્ચે રાજ્યના કચ્છ અને દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસતા જળબંબાકારની હાલત સર્જાઇ હતી.જેમા કચ્છમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક ભારે વરસાદ થયો હતો.આ સિવાય લખપતમાં 11 ઇંચ વરસાદ પડ્યો હતો.આ સિવાય નખત્રાણામાં 7 ઇંચ,મુંદ્રામાં સાડા 3 ઇંચ,અબડાસામાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.ગાંધીધામમાં 2 ઇંચ પાણી વરસ્યું હતું.આ સિવાય દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મુશળધાર મેઘસવારી થઇ હતી.વલસાડનાં કપરાડામાં 9 ઇંચ પડતા નિચાણવાળા ભાગો જળબંબાકાર બન્યા હતા અને મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા.ધરમપુરમાં 8 ઇંચ,વાપીમાં 3.50 ઇંચ,પારડીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.વઘઇમાં 5,આહવામાં 3.50 ઇંચ વરસાદ થયો હતો.નવસારીનાં વાસદામાં 7.50 ઇંચ,ચીખલીમાં 6 ઇંચ,ખેરગામમાં 5 ઇંચ,ગણદેવીમાં 3.50 ઇંચ,નવસારીમાં 4 ઇંચ,જલાલપોરમાં 3 ઇંચ પાણી વરસ્યું હતું.મહુવામાં 6.50 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.બારડોલીમાં 4.50 ઇંચ,માંડવીમાં 4 ઇંચ,પલાસણામાં 4 ઇંચ પાણી વરસ્યું હતું.ઉમરપાડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.