ઉતરાયણના દિવસે સવારે અને બપોર બાદ પતંગ ઉડાડી શકાશે
ઉતરાયણના દિવસે પતંગ રસીકોને પવન સાથ આપશે.ત્યારે જુનાગઢ હવામાન વિભાગના અધિકારિના જણાવ્યા મુજબ ઉતરાયણના દિવસે સવારનો સમય અને બપોર બાદનો સમય પતંગ ઉડાવવા માટે સારો રહેશે. ઉતરાયણના દિવસે ઠંડી રાબેતા મુજબ રહેશે અને ત્યારબાદ 14 જાન્યુઆરી થી 19 જાન્યુઆરી સુધી ઠંડી માં વધારો થશે.તો બીજી તરફ ઉતરાયણના દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 28 થી 29 સે.ડિગ્રી રહેવાની શક્યતાઓ પણ દર્શાવાઇ રહી છે.જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન અધિકારી ધિમંત વઘાસીયા જણાવ્યું હતું કે આગામી રવિવારના ઉતરાયણ અને પતંગનો તહેવાર છે ત્યારે ઉતરાયણના દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 28 થી 29 સે.ડિગ્રી રહેશે. જ્યારે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં તે 10 થી 12 ડિગ્રી નોંધાવાની શક્યતા રહેશે. તેમજ પતંગ ઉત્સવએ હવામાનમાં પવનની દિશા અને પવનની ગતિ પર આધાર રાખે છે.
ઉતરાયણ ના દિવસે પવનની ગતિ 10 થી 15 કિ.મી પ્રતિ કલાકની ઝડપ ફૂંકાવાની શક્યતાઓ રહેશે. અને બાકીના સમય દરમિયાન પવન સામાન્ય રહેશે. પતંગ ઉડાડવા માટે સવારનો સમય અને બપોર બાદનો સમય યોગ્ય રહેશે. ઉતરાયણના દિવસે આકાશ ચોખ્ખું રહેશે અને ઠંડીનું પ્રમાણ પણ બરોબર જળવાઈ રહેશે. જેના કારણે પતંગ રસીકોને ગરમીનો સામનો પણ ઓછો કરવો પડશે.ઉતરાયણ બાદ ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે .તેમ જ 14 જાન્યુઆરી થી 19 જાન્યુઆરી સુધી ઠંડી વધારે પડશે. જેમાં અમુક સમયે 10 ડિગ્રી અને અમુક દિવસોએ 10 ડિગ્રી થી નીચે તાપમાન જુનાગઢ ખાતે નોંધાવાની શક્યતાઓ વર્તાઈ રહી છે